જો તમે શરણાર્થી અથવા આશ્રય ઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવતાં હોવ તો, તમે વહેલાં શરું થતાં બાળમંદિર (ઇએસકે)ને પાત્ર હોય શકો છો. ઇએસકે સુનિશ્ચિત કરે છે કે તમે તમારા બાળક માટે દર અઠવાડિયે શક્ય તેટલા વધુ કલાકો માટે નિઃશુલ્ક બાળમંદિર કાર્યક્રમ મેળવી શકો.
અરજી કેવી રીતે કરવી
ઇએસકે લાયક શિક્ષક દ્વારા પ્રદાન થતાં દરેક બાળમંદિર કાર્યક્રમમાં ઉપલબ્ધ છે. તમારા નજીકના બાળમંદિરનો સંપર્ક કરીને અને તેમને અર્લિ સ્ટાર્ટ કિંડર ગ્રાન્ટનો ઉપયોગ કરવા કહીને તમે તમારા બાળકનો દાખલો કરાવી શકો છો. બાળમંદિર સેવાઓ તમારી ભાષામાં તમને સહાય કરવા નિઃશુલ્ક ભાષાંતર સેવા મળી શકે છે.
તમે પણ સહાય માટે શિક્ષણ ખાતાની ત્રણ-વર્ષની વયના માટેના કિંડરગાર્ટન પુછપરછ રેખાનો ૧૮૦૦ ૩૩૮ ૬૬૩ પર અથવા તમારી સ્થાનિક કાઉન્સિલનો સંપર્ક કરી શકો છો. તમારી ભાષામાં મદદ માટે તમે રાષ્ટ્રીય અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરીને દુભાષિયાને તમારી સ્થાનિક કાઉન્સિલને અથવા શિક્ષણ ખાતાને ફોન કરવા કહી શકો છો, અને તે દુભાષિયો તમારી સાથે ફોન પર રહીને ભાષાંતર કરશે.
ક્યારે અરજી કરવી
ત્રણ વર્ષના કિન્ડરગાર્ટનમાં દાખલ કરવા માટે જે વર્ષે તેમની નોંધણી કરવામાં આવે તે વર્ષમાં ૩૦ એપ્રિલ પહેલાં તેઓ ત્રણ વર્ષના થયા હોય તેવા બાળકો ઇએસકે માટે પાત્રતા મેળવે છે. જુઓ 'દાખલો ક્યારે લેવો'.
જો તમારા બાળકનો ૧ જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ વચ્ચે જન્મ થયો હોય તો તમે પસંદ કરી શકો છો કે તેઓ કયા વર્ષે ત્રણ-વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરે. જ્યારે તેઓ ૩ વર્ષના થાય તે વર્ષે અથવા તેઓ ૪ વર્ષના થાય ત્યારે તમારું બાળક ત્રણ વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરી શકે છે. જો તમારું બાળક ૩ વર્ષનું થાય ત્યારે ત્રણ વર્ષનું કિન્ડરગાર્ટન શરૂ કરે તો તેઓ જ્યારે 5 વર્ષના થાય ત્યારે શાળા શરૂ કરશે. જો તમે તમારા બાળકને ત્રણ વર્ષના કિન્ડરગાર્ટનમાં મોકલવાનું પસંદ કરો તો, તેઓ જ્યારે ૬ તે વર્ષના થાય ત્યારે શાળા શરૂ કરશે.
જો તમારે તમારું બાળક ઇએસકે માટે ક્યારે પાત્રતા મેળવશે તે નક્કી કરવામાં સહાયની જરૂર હોય તો, તમે શિક્ષણ ખાતાંનો, તમારી સ્થાનિક કાઉન્સિલનો, તમારી માતૃ-શિશુ સ્વાસ્થ્ય પરિચારીકાનો કે તમારા વિસ્તારના એક બાળમંદિરનો અથવા તમારા વિસ્તારમાં નીચેની કોઇ એક સંસ્થાનો સંપર્ક કરી શકો છો:
- ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિરની પૂછપરછ સેવા ૧૮૦૦ ૩૩૮ ૬૬૩
- બ્રધરહુડ ઓફ સેન્ટ લોરેન્સ ૦૩ ૯૪૮૩ ૧૧૮૩
- ફાઉન્ડેશન હાઉસ ૦૩ ૯૩૮૯ ૮૯૦૦
- એફકેએ ચિલ્ડર્ન્સ સર્વિસીસ ૦૩ ૯૪૨૮ ૪૪૭૧
- વીઆઇસીએસઇજી ન્યુ ફ્યુચર્સ ૦૩ ૯૩૮૩ ૨૫૩૩
શું મારા બાળકે ચાર વર્ષના કિન્ડરગાર્ટનમાં જવું જોઈએ?
હા, જે બાળકોએ અર્લી સ્ટાર્ટ કિન્ડરગાર્ટનનું એક્સેસ મેળવ્યું હોય તેઓ પણ મફત અથવા ઓછા ખર્ચે ચાર વર્ષના કિન્ડરગાર્ટન માટે પાત્રતા મેળવે છે. ચાર વર્ષીનું કિન્ડરગાર્ટન ધીમે-ધીમે પ્રિ-પ્રેપ બની રહ્યું છે, જે ૨૦૨૫ થી શરૂ થાય છે. 2026માં, નીચેની પરિસ્થિતિ ધરાવતા બાળકો માટે દર અઠવાડિયે પ્રી-પ્રેપના ૨૫ જેટલા કલાક ઉપલબ્ધ રહેશે:
- શરણાર્થી અથવા આશ્રર્યઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવે છે
- એબોરિજીનલ અને ∕ અથવા ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર તરીકે ઓળખાય છે
- જેમનું પરિવાર બાળ સુરક્ષાના સંપર્કમાં આવ્યું હોય.
અગાઉના વર્ષમાં ઇએસકે દ્વારા નોંધણી કરાવવી એ બાંયધરી આપે છે કે તમારું બાળક દર અઠવાડિયે વધેલા પ્રી-પ્રેપ કલાકોને ઍક્સેસ કરી શકે, પછી ભલે તેઓ વિક્ટોરિયામાં કોઇપણ જગ્યાએ રહેતા હોય. જે પરિવારોએ અગાઉના વર્ષમાં ઇએસકેમાં પ્રવેશ લીધો ન હોય તો પણ પ્રી-પ્રેપ માટે પાત્રતા મળશે.
Updated