નવા શિક્ષકો અને તાલીમ આપનારાઓ માટે પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દીની તકો
વિક્ટોરિયન સરકારે સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વિવિધતા ધરાવતા પરિવારો સહિત તમામ વિક્ટોરિયન પરિવારોના પરિણામોમાં સુધારો કરીને પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ વચન પૂરું કરવા, પ્રારંભિક બાળપણના કાર્યબળમાં નોંધપાત્ર રીતે વધારો કરવા માટે બેસ્ટ સ્ટાર્ટ, બેસ્ટ લાઇફ રિફોર્મ 370 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરશે.
રાજ્યભરના ૧૧,૦૦૦ થી વધુ વધારાના પ્રારંભિક બાળપણના શિક્ષક અને એજ્યુકેટરોને આકર્ષવા અને સહાય આપવા માટે કાર્યબળ સંબંધી પહેલોની એક શ્રેણીની રચના કરવામાં આવી છે.
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા તમામ પૃષ્ઠભૂમિના લાયક ઉમેદવારો માટે નાણાકીય અને બિન-નાણાકીય બન્ને પ્રકારની સહાયો ઉપલબ્ધ છે.
તમે કેવી રીતે પ્રારંભિક બાળપણના શિક્ષક અથવા એજ્યુકેટર બની શકો તે વિશે વધુ જાણવા માટે નીચેની માહિતી પર એક નજર કરો.
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દી બનાવવી
પ્રારંભિક બાળપણના શિક્ષક અથવા તાલીમ આપવાવાળા બનવામાં રસ ધરાવતા લોકો માટે શ્રેણીબદ્ધ અભ્યાસના વિકલ્પો અને નાણાકીય સહાય ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, આ વેબસાઇટની મુલાકાત લો: પ્રારંભિક બાળપણમાં અભ્યાસ અને કામ કરવા માટે નાણાકીય સહાય | vic.gov.au.
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દી અને અભ્યાસ માટે નાણાકીય સહાય વિશે વધુ માહિતી માટે, પ્રારંભિક બાળપણના શિક્ષક અથવા એજ્યુકેટર બનોની મુલાકાત લો.
રોજગાર
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં રોજગારનું સંચાલન જે તે સેવાના સંચાલકો અને બાળમંદિર કાર્યક્રમના પ્રદાતાઓ દ્વારા કરવામાં આવે છે.
કઈ નોકરીઓ ઉપલબ્ધ છે તે જોવા માટે અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકોના કેસ સ્ટડીઝ વાંચવા માટે પ્રારંભિક બાળપણ સંબંધી નોકરીઓની વેબસાઇટ પર જાઓ.
વધારાની સહાયો પૂરી પાડતા પ્રારંભિક બાળપણના શિક્ષણ અભ્યાસક્રમો માટે, આ વેબસાઇટની મુલાકાત લો: પ્રારંભિક બાળપણ તૃતીય ભાગીદારી કાર્યક્રમ | vic.gov.au.
Updated